વિશ્વાસમાં ટકવા માટેનું તેડું
19 તેથી ભાઈઓ અને બહેનો, ઈસુના રક્તથી આપણને પરમપવિત્રસ્થાનમાં પ્રવેશી શકીએ છીએ. 20 કેમકે પોતાના શરીરરૂપી પડદામાં થઈને તેમણે આપણે માટે નવો અને જીવનદાયી માર્ગ ખોલી નાંખ્યો છે, 21 અને આપણી પાસે ઈશ્વરના ઘર ઉપર એક મોટા યાજક છે. 22 તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા સારું આપણા હ્રદયો પર છંટકાવ પામીને, તથા નિમઁળ પાણીથી શરીરને ધોઈને આપણે ખરાં હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને ઈશ્વર પાસે જઈએ. 23 આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ, કેમકે જેણે વચન આપ્યું તે વિશ્વાસયોગ્ય છે; 24 અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા પરસ્પર ઉતેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. 25 જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સંગતમાં આવવાનું પડતું ના મૂકીએ, પરંતુ એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તે દિવસ પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.