26 સત્યનું જ્ઞાન થયા પછી પણ જો આપણે પાપમાં જીવવાનું ચાલુ રાખીએ તો તે પાપનાં નિવારણ માટે બીજું બલિદાન છે જ નહિ, 27 પણ ન્યાયની ભયંકર અપેક્ષા તથા શત્રુઓને ભસ્મ કરી નાંખે એવા અગ્નિના તેઓ ભોગ બનશે. 28 જો કોઈ મોશેનાં નિયમશાસ્ત્રનો ભંગ કરે અને તે બે કે ત્રણ સાક્ષીઓથી પૂરવાર થાય તો તેને મરણની સજા થતી. 29 તો પછી ઈશ્વરપુત્રને પગ નીચે કચડનાર, કરારના રકતથી પવિત્ર થયો હતો તેને અશુધ્ધ ગણ્યું છે, અને કૃપાના આત્માનું અપમાન કયુઁ છે તે કેટલી ભયંકર સજાને પાત્ર થશે તેનો વિચાર કરો.
Publicidade
હિબ્રૂ 10:26-29
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
26 કેમ કે આપણને સત્યની ઓળખ પ્રાપ્ત થયા પછી પણ જો આપણે જાણીજોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી, 27 પણ ન્યાયચુકાદાની ભયાનક પ્રતિક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ બાકી રહેલું છે.
28 જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો, તેના પર દયા રખાતી ન હતી, પણ બે કે ત્રણ જણની સાક્ષીથી તેને મોતની સજા કરવામાં આવતી હતી. 29 તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે કચડ્યા છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયા હતા તેમને અશુદ્ધ ગણ્યા છે અને જેણે કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત શિક્ષાને પાત્ર થશે, તે વિષે તમે શું ધારો છો?
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.