Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 11:33-39

33 વિશ્વાસથી તેઓએ રાજ્યો જીત્યાં, ન્યાયપણે વત્યાઁ, વચનો પ્રાપ્ત કયાઁ, સિંહોના મોં બંધ કયાઁ. 34 અને અગ્નિનું બળ નિરથઁક કયુઁ, તરવારની ધારથી બચી ગયા, નિર્બળતામાંથી બળવાન થયા, લડાઈઓમાં શૂરવીરતા બતાવી અને વિદેશીઓનાં સૈન્યોને ભગાડી મૂક્યાં. 35 સ્ત્રીઓ પોતાના પ્રિયજનોને મરણમાંથી પાછા મેળવી શકી, અને તેઓને ફરીથી સજીવન કરવામાં આવ્યા, કેટલાક રિબાઈ રિબાઈને માર્યા ગયા, તેઓએ છૂટકાનો અંગીકાર કયોઁ નહિ, જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. 36 કેટલાકે મશ્કરી, કોરડા, સાંકળો, અને જેલમાં નંખાઈને પરખાયા. 37 તેઓને પથ્થરોથી મારી નાંખવામાં આવ્યા, કરવતથી બે ભાગમાં વહેરી નાંખવામાં આવ્યા, તલવારથી મારી નાખવામાં આવ્યા. તેઓને ઘેટાનાં ચામડાં અને બકરાંના ચામડાં પહેરીને ફરતાં હતા, તેઓ કંગાલ, સતાયેલા, અને દૂર વ્યવહાર પામેલા હતાં, 38 તેઓ રણમાં, પર્વતો પર, ખીણોમાં તથા ગુફાઓમાં ફર્યા, જગત તેઓને માટે યોગ્ય ન હતું.

39 તેઓ સવઁ વિષે વિશ્વાસની સારી સાક્ષી આપવામાં આવી, છતાં તેઓમાંના કોઈને આપેલા વચનનું ફળ મળ્યું નહિ;

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.