Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 12:5-11

5 વળી ઈશ્વરે તમને તેમનાં બાળકો ગણીને જેમ પિતાએ તમને ઉત્તેજનદાયક વચનો કહ્યાં એ શું તમે તદન ભૂલી ગયાં? તે કહે છે,

"મારા દીકરા, ઈશ્વરની શિક્ષાને તુચ્છ ન ગણ,

અને તને ઠપકો આપે ત્યારે નિરાશ ન થા.

6 કેમકે ઈશ્વર જેને પ્રેમ કરે છે તેને તે શિક્ષા કરે છે,

અને જે પુત્રનો તે સ્વીકાર કરે છે, તેને તે શિક્ષા કરે છે."

7 શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે; જેમ પુત્રની સાથે તેમ તે તમારી સાથે વતેઁ છે; કેમકે એવો કયો પુત્ર છે કે જેને બાપ શિક્ષા નથી કરતો? 8 જો તમે શિક્ષા ના ભાગીદાર થયા, એવી શિક્ષા અમને ન થાય, તો તમે દાસી પુત્રો છો, ને ખરા દીકરા કે દીકરીઓ નથી. 9 વળી, આપણા શરીરોના પિતા આપણને શિક્ષા કરે છે અને આપણે તેમનું માન જાળવીએ છીએ, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેને આધીન ન રહીએ અને જીવીએ? 10 કેમકે તેઓએ તો થોડા સમય સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું તેમ આપણને કેળવવા માટે શિક્ષા કરી, પરંતુ ઈશ્વરની શિક્ષા હંમેશા હિતકારક હોય છે. જેથી આપણે તેમની પવિત્રતાના ભાગીદાર બનીએ. 11 શિક્ષા થાય ત્યારે તરત આનંદકારક લાગતી નહિ પણ દુઃખદાયક લાગે છે, પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.