Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 2:14-17

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

14 એ બાળકો માંસ અને લોહીનાં બનેલાં છે, માટે તેઓ પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયાં; કે જેથી તેઓ પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો નાશ કરે; 15 અને જીવન પર્યંત મૃત્યુના ભયને લીધે ગુલામ જેવી દશામાં જીવતાંઓનો છુટકારો કરે. 16 કેમકે તેઓ દૂતોને સહાય કરતા નથી, પણ અબ્રાહમના સંતાનોને સહાય કરે છે. 17 તેથી તેમને સઘળી બાબતોમાં પોતાનાં ભાઈઓના જેવા થવું જોઇતું હતું, જેથી તેઓ લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવાને ઇશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    14 જેથી બાળકો માંસ તથા લોહીનાં બનેલાં હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે. 15 અને મરણની બીકથી જે પોતાના આખા જીવનભર ગુલામ જેવા હતા તેઓને પણ મુક્ત કરે.

    16 કેમ કે નિશ્ચે તે સ્વર્ગદૂતોની સહાય નથી કરતા, પણ ઇબ્રાહિમનાં સંતાનની સહાય કરે છે. 17 એ માટે તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, કે લોકોનાં પાપો માટે પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતો સંબંધી તેઓ દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.