મેલ્ખીસેદેક યાજક
1 આ મેલ્ખીસેદેક શાલેમનો રાજા તથા પરાત્પરના ઈશ્વરનો યાજક હતો. ઘણા રાજાઓને હરાવીને અબ્રાહમ પાછો આવી રહ્યો હતો ત્યારે તેને મળ્યો અને તેને આશીર્વાદ આપ્યો. 2 અને અબ્રાહમે તેને બધી વસ્તુઓનો દસમો ભાગ આપ્યો. તેના નામનો પહેલો અથઁ "ન્યાયીપણાનો રાજા છે" અને "તે શાલેમનો રાજા છે." એટલે "શાંતિનો રાજા" છે.
4 તે કેવો મહાન હશે તેનો વિચાર કરોઃ પૂર્વજ અબ્રાહમે પણ તેને લુંટનો દસમો ભાગ આપ્યો. 9 વળી એમ પણ કહી શકાય કે જે લેવી દશમો ભાગ લે છે, તેણે પણ અબ્રાહમ મારફતે દશાંશ આપ્યો. 10 કેમકે જયારે મેલ્ખીસેદેક જયારે અબ્રાહમને મળ્યો, ત્યારે તે હજી તેના શરીરમાં હતો.