મેલ્ખીસેદેક યાજક
1 આ મેલ્ખીસેદેક શાલેમનો રાજા તથા પરાત્પરના ઈશ્વરનો યાજક હતો. ઘણા રાજાઓને હરાવીને અબ્રાહમ પાછો આવી રહ્યો હતો ત્યારે તેને મળ્યો અને તેને આશીર્વાદ આપ્યો. 2 અને અબ્રાહમે તેને બધી વસ્તુઓનો દસમો ભાગ આપ્યો. તેના નામનો પહેલો અથઁ "ન્યાયીપણાનો રાજા છે" અને "તે શાલેમનો રાજા છે." એટલે "શાંતિનો રાજા" છે. 3 તે માતાપિતા વિનાનો, વંશાવળી વગરનો, દિવસની શરૂઆત કે જીવનના અંત વગરનો, પણ તે ઈશ્વરપુત્ર જેવો છે અને સદા યાજક રહે છે.