Pular para o conteúdo
Publicidade

માર્ક 10:35-37,41-45

યાકૂબ અને યોહાનની વિનંતી

35 પછી ઝબદીના દીકરા, યાકોબે અને યોહાને તેમની પાસે આવીને તેઓએ કહ્યું, "ગુરુજી, અમે જે કાંઈ માંગીએ તે તમે અમારે માટે કરો?"

36 તેમણે પૂછયું, "હું તમારા માટે શું કરું?"

37 તેઓએ જવાબ આપ્યો કે, "તમારા મહિમામાં અમારામાંનાં એકને તમારી જમણે અને બીજાને ડાબે બેસાડજો."

41 જયારે દશ એ આ વિશે સાંભળ્યું, ત્યારે તેઓ યાકોબ અને યોહાન પર નાખુશ થયાં. 42 ઈસુએ તેઓ બધાને પાસે બોલાવીને કહ્યું, "તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ ધણીપણું કરે છે અને તેઓના મોટા અધિકારીઓ તેમના પર અધિકાર ચલાવે છે, 43 તમારાંમાં એમ નથી, તેના કરતાં તમારાંમાં જે કોઈ મોટો થવા ઈચ્છે તો તેણે સેવક થવું જોઈએ. 44 અને જે કોઈ પ્રથમ થવાં ચાહે, તેણે સર્વનાં ગુલામ થવું. 45 જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા, અને ઘણાંને માટે મુકિતમૂલ્ય તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.