યરુશાલેમમાં ઈસુનો રાજા તરીકે પ્રવેશ
1 જયારે તેઓ યરુશાલેમની નજીક જૈતુન પહાડ આગળ બેથફગે તથા બેથાનિયા પાસે આવ્યા, ઈસુએ તેમનાં બે શિષ્યોને મોકલ્યા, 2 ઈસુએ તેઓને કહ્યું, "તમારી આગળનાં ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ત્યાં તમને એક વછેરો બાંધેલો જોવા મળશે, તેના ઉપર કોઈએ કદી સવારી કરી નથી, તેને છોડી ને અહીં લાવો. 3 જો કોઈ તમને પૂછે કે, ‘આમ શા માટે કરો છો?’ તો કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે, અને થોડા સમય પછી તેને અહીં પાછું મોકલી આપશે.’ "
4 તેઓ ગયાં અને બહાર રસ્તા પર બહાર એક વછેરો બાંધેલો મળ્યો. જયારે તેઓ તેને છોડતાં હતાં, 5 ત્યારે ત્યાં પાસે ઊભેલાઓમાંથી કેટલાકે પૂછયું, "તમે શું કરો છો? વછેરાને છોડો છો?" 6 ઈસુના કહ્યાં પ્રમાણે તેઓએ જવાબ આપ્યો, અને લોકોએ તેઓને જવા દીધા. 7 જયારે તેઓ વછેરાને ઈસુ પાસે લાવ્યાં, અને પોતાનાં ઝભ્ભા તેના ઉપર પાથર્યાં પછી તેઓ તેના પર બેઠા.