Pular para o conteúdo
Publicidade

માર્ક 11:27-33

ઈસુના અધિકાર વિશે પ્રશ્ર

27 તેઓ ફરી યરુશાલેમમાં આવ્યા; ઈસુ મંદિરનાં આંગણાંમાં ફરતાં હતા, ત્યારે મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો અને વડીલો તેમની પાસે આવ્યા. 28 તેઓએ પૂછયું, "કયાં અધિકારથી તમે આ કામો કરો છો? અને આ કરવાનો અધિકાર તમને કોણે આપ્યો?"

29 ઈસુએ જવાબ આપ્યો, "હું તમને એક પ્રશ્ર પૂછીશ, મને જવાબ આપો, અને હું તમને કહીશ કે કયાં અધિકારથી હું આ કામો કરું છું. 30 યોહાનનું બાપ્તિસ્મા શું તે સ્વગઁથી હતું કે માણસોથી? મને કહો!"

31 તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી અને કહ્યું, "જો આપણે કહીએ કે, ‘સ્વગઁથી,’ તો તે પૂછશે, તો પછી તમે તેના પર કેમ વિશ્વાસ કયોઁ નહી? 32 પણ જો આપણે કહીએ કે, ‘માણસોથી’…" (તેઓ લોકોથી ડરતા હતા, કારણ કે બધા માનતા હતા કે યોહાન ખરેખર પ્રબોધક હતો.)

33 તેથી તેઓએ ઈસુને જવાબ આપ્યો, "અમે જાણતા નથી."

ઈસુએ કહ્યું, "તો હું પણ તમને કહેતો નથી, કે કયાં અધિકારથી હું આ કામો કરું છું."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.