Pular para o conteúdo
Publicidade

માર્ક 12:13,14,17,18,28-31

કૈસરને કર ભરવા અંગે

13 પછી તેઓએ કેટલાક ફરોશીઓને તથા હેરોદીઓને ઈસુ પાસે મોકલ્યા કે જેથી તેઓ ઈસુને એમની વાતમાં ફસાવીને પકડે. 14 તેઓએ તેમની પાસે આવીને કહ્યું, "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે પ્રામાણિક માણસ છો, તેઓ કોણ છે તેના પર તમે ઘ્યાન આપતાં નથી; પણ તમે સત્યતાથી ઈશ્વરના માર્ગોનું શિક્ષણ આપો છો. તો કૈસરને શાહી કર ચૂકવવો એ યોગ્ય છે કે નહિ?

17 પછી ઈસુએ તેઓને કહ્યું, "કૈસરનું જે છે તે કૈસરને, અને ઈશ્વરનું જે છે, તે ઈશ્વરને આપો."

અને તેઓ તેમનાથી અચંબો પામ્યા.

પુનરુત્થાનમાં લગ્ન

18 પછી સાદૂકીઓ, જેઓ કહે છે કે પુનરુત્થાન નથી તેઓ પ્રશ્ર સાથે તેમની પાસે આવ્યા,

સૌથી મોટી આજ્ઞા

28 કોઈ એક નિયમશાસ્ત્રના પંડિતે આવી તેમને ચચાઁ કરતા સાંભળ્યા, ને ઈસુએ તેઓને સારો જવાબ આપ્યો છે, એ જાણીને તેમણે ઈસુને પૂછયું, "બધી આજ્ઞાઓમાંથી, શ્રેષ્ઠ આજ્ઞા કઈ?"

29 ઈસુએ જવાબ આપ્યો, શ્રેષ્ઠ આજ્ઞા તો આ છે: "હે ઇઝરાયેલ સાંભળ!" આપણા ઈશ્વર: તે એક જ ઈશ્વર છે. 30 તું તારા પૂરાં હૃદયથી, તારા પૂરાં જીવથી, તારા પૂરાં મનથી અને તારા પૂરાં સામર્થ્યથી પ્રભુ તારાં ઈશ્વર પર પ્રેમ કર. 31 "બીજી આજ્ઞા આ છે, ‘જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’ આનાથી મોટી આજ્ઞા બીજી કોઈ નથી."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.