42 પરંતુ એક ગરીબ વિધવા આવી, અને તેણે તેમાં તાંબાના બે નાનાં સિક્કા નાંખ્યાં, જેની કિંમત થોડા સેન્ટ્સ હતી.
43 ઈસુએ શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, "હું તમને સાચે જ કહું છું કે, આ ગરીબ વિધવાએ બીજા બધા કરતા વધારે ભંડારમાં નાખ્યું છે. 44 તેઓએ પોતાની સંપતિમાંથી આપ્યું, પણ તેણે પોતાની ગરીબાઈમાંથી બધું જ આપી દીધું છે. તેણે જીવવા માટે જે હતું તે બધું જ આપી દીધું."