Pular para o conteúdo
Publicidade

માર્ક 14:53,55,56,61-64

ઈસુ ન્યાયસભા સમક્ષ

53 તેઓ ઈસુને પ્રમુખયાજક પાસે લઈ ગયાં, અને બધા મુખ્ય યાજકો, વડીલો, યહૂદી આગેવાનો, નિયમશાસ્ત્રના પંડિતો એકઠા થયા હતા.

55 મુખ્ય યાજકોએ અને સમસ્ત યહૂદી ન્યાયસભા સાન્હેદ્રિને ઈસુને મૃત્યુદંડ ફરમાવવા માટે તેમની વિરુધ્ધ પુરાવા શોધતા હતા, પરંતુ તેઓને કંઈ મળ્યુ નહિ. 56 ઘણાએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષીઓ આપી, પણ તેઓની જુબાની મળતી આવતી ન હતી.

61 પણ ઈસુ શાંત રહ્યા ને કાંઈ જ જવાબ ન આપ્યો.

ફરી પ્રમુખ યાજકે તેમને પૂછયું, "શું તું મસીહ, સ્તુતિમાનનો પુત્ર છે?"

62 ઈસુએ કહ્યું, "હું છું, મને માણસનાં દીકરાને પરાક્રમનાં જમણા હાથે બિરાજેલો તથા આકાશના વાદળો પર આવતો નિહાળશો."

63 ત્યારે પ્રમુખ યાજકે પોતાનાં કપડાં ફાડયાં અને કહ્યું, "હવે આપણે વધારે સાક્ષીઓની શી જરૂર છે? 64 તમે એ ઈશ્વર નિંદા સાંભળી છે. તમારો શો અભિપ્રાય છે?"

અને બધાએ તેમને દેહાતદંડને પાત્ર ઠરાવ્યા.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.