Pular para o conteúdo
Publicidade

માર્ક 14:6-9

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

6 ઈસુએ કહ્યું, "તેને એકલી રહેવા દો, તેને તમે શા માટે હેરાન કરો છો? તેણે મારા પ્રત્યે ઉત્તમ કાયઁ કયુઁ છે. 7 ગરીબો તો હંમેશા તમારી સાથે છે, અને તમે ઇચ્છો ત્યારે તેઓને મદદ કરી શકો છો, પણ હું તમારી સાથે હંમેશા નથી. 8 તેનાથી થઈ શકે તે તેણે કર્યું છે. તેણે અગાઉથી દફનની તૈયારીરૂપે મારા શરીર ઉપર અત્તર રેડયું છે. 9 હું તમને સાચે જ કહું છું કે જગતભરમાં જયાં કંઈ સુસમાચારનો પ્રચાર કરવામાં આવશે, ત્યાં તેણે જે કર્યું છે તે તેની યાદગીરીમાં કહેવામાં આવશે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    6 પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તેને રહેવા દો; તેને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે સારુ કામ કર્યું છે. 7 કેમ કે ગરીબો સદા તમારી સાથે છે. જયારે તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો; પણ હું સદા તમારી સાથે નથી. 8 જે તેનાથી થઈ શક્યું તે તેણે કર્યું છે; દફનને સારુ અગાઉથી તેણે મારા શરીરને અત્તર લગાવ્યું છે. 9 વળી હું તમને નિશ્ચે કહું છું કે, આખી દુનિયામાં, જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્ત્રીએ જે સેવા કરી છે તે તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.