બાર પ્રેષિતોની પસંદગી
13 ઈસુ પહાડ પર ગયા, અને જેઓને તેણે પસંદ કયાઁ તેઓને તેણે બોલાવ્યાં, અને તેઓ ઈસુની પાસે ગયાં. 14 ઈસુએ બારની નિમણૂંક કરીને તેઓ તેમને બહાર મોકલે કે તેઓ ઉપદેશ કરે 15 અને તેઓ અશુધ્ધ આત્માઓને હાંકી કાઢવાનો અધિકાર પામે.
16 બાર પ્રેષિતોનાં નામ આ પ્રમાણે છે:
સિમોન (ઈસુએ તેનું બીજું નામ પિતર રાખ્યું),
17 ઝબદીનો દીકરો યાકોબને તેનો ભાઈ યોહાન (ઈસુએ તેઓને બને-રગેસ એટલે "ગર્જનાના પુત્રો" કહ્યાં),
18 આન્દ્રિયા,
ફિલિપ,
બર્થોલ્મી,
માથ્થી,
થોમાસ
અલ્ફીનો દીકરો યાકોબ,
થદીયુસ,
સિમોન કનાની,
19 તેમને દગો દેનાર યહૂદા ઈશ્કારિએત.