Pular para o conteúdo
Publicidade

માર્ક 3:31-35

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

31 ઈસુ ત્યાં હતા ત્યારે તેમની મા અને ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા. તેઓએ બહાર ઊભા હતા. તેમને બોલાવવા અંદર માણસ મોકલ્યું. 32 ટોળું તેમની આસપાસ બેઠું હતુ અને તેઓએ તેમને કહ્યું, "તમારાંં મા અને ભાઈઓ બહાર આવ્યા છે અને તમને શોધે છે."

33 તેમણે કહ્યું, "મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?"

34 લોકો તરફ ફરીને જેઓ તેમની આસપાસ બેઠા હતા તેમને કહ્યું, "આ રહ્યાં મારાં મા અને મારા ભાઈઓ! 35 જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે, તે જ મારા ભાઈ, બહેન અને માતા છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    31 ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં અને બહાર ઊભા રહીને તેમને બોલાવવા તેમની પાસે માણસ મોકલ્યો. 32 ઘણાં લોકો તેમની આસપાસ બેઠેલા હતા; અને તેઓએ તેમને કહ્યું કે, ‘જો તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમને શોધે છે.’"

    33 તેમણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?’" 34 જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે, ‘જુઓ, મારી મા તથા મારા ભાઈઓ. 35 કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.