Pular para o conteúdo
Publicidade

માર્ક 5:1-20

અશુધ્ધ આત્મા વળગેલા માણસને સાજાપણું

1 તેઓ સરોવરને સામે કિનારે ગેરસાનીઓના પ્રદેશમાં ગયા. 2 ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે કબરોમાંથી અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળવા આવ્યો. 3 તે કબરોમાં રહેતો હતો, તેને કોઇ સાંકળોથી પણ બાંધી શકતો ન હતો. 4 કેમકે તેને ઘણીવાર હાથ-પગમાં સાંકળો તથા બેડીઓથી બાંધવામાં આવ્યો હતો, પણ તે સાંકળો અને બેડીઓ તોડી નાંખતો. કોઈ તેને વશ રાખી શક્તું નહોતું. 5 તે રાતદિવસ કબરોમાં તથા પહાડોમાં ચીસો પાડતો, પથ્થરોથી પોતાને ઘાયલ કરતો.

6 ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો, અને તેમની આગળ ઘૂંટણે પડયો 7 તેણે ભયંકર ચીસ પાડીને કહ્યું, "ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના પુત્ર! તમારે અને મારે શું? ઈશ્વરની ખાતર મને પીડા ન દો." 8 ઈસુએ તે અશુધ્ધ આત્માને ધમકાવતાં કહ્યું, "આ માણસમાંથી બહાર નીકળ."

9 ઈસુએ પૂછયું, "તારું નામ શું છે?"

અશુધ્ધ આત્માએ જવાબ આપ્યો, "મારું નામ સેના છે, કારણ અમે અનેક છીએ." 10 તેણે ઈસુને વારંવાર વિનંતી કરીને કહ્યું, અમને આ જગ્યાથી કાઢી ન મૂકો.

11 ત્યાં પહાડની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરી રહ્યું હતું. 12 અશુધ્ધ આત્માએ આજીજી કરી, "અમને તે ભૂંડોનાં ટોળામાં પેસવા દો કે અમે તેઓમાં જઈએ." 13 ઈસુએ તેઓને જવા દીધા, તેથી અશુધ્ધ આત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં પેઠાં, અને લગભગ બે હજાર ભૂંડોનું આખું ટોળું સરોવરમાં ધસી પડયું અને ડુબી ગયું.

14 પેલા ભૂંડ ચરાવનારાં નાઠાં, શહેરમાં જઈને તે બધું તેઓએ કહી જણાવ્યું, અને ગામડાંમાં નાસી ગયા અને તે જોવાને માટે લોકો ઊમટી પડયાં. 15 તેઓ ઈસુ પાસે આવ્યા, ત્યારે પેલા ભૂત વળગેલા માણસને વસ્ત્રો પહેરેલો તથા સંપૂર્ણ સ્વસ્થ બેઠેલો જોઈ; તેઓ ભયભીત થયા. 16 આ અશુધ્ધ આત્મા વળગેલો કેવી રીતે સારો થયો હતો, તે તથા ભૂંડો વિશેની વાત જોઈ હતી તે તેઓએ લોકોને કહી સંભળાવ્યું. 17 ત્યારે લોકોએ ઈસુને તે પ્રદેશમાંથી ચાલ્યા જવા વિનંતી કરી.

18 જયારે ઈસુ હોડીમાં ચઢતા હતા, ત્યારે અશુધ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસે તેમની સાથે જવા વિનંતી કરી. 19 ઈસુએ તેને ના પાડી અને કહ્યું, "તારા ઘરે તારાં સગા વહાલાં પાસે જા અને ઈસુએ તેમને માટે કેટલું બધું કયુઁ હતું તે કહી સંભળાવ્યું." 20 તેથી તે માણસ દકાપોલિસ ગયો અને ઈસુએ જે મહાન કૃત્યો તેના માટે કર્યા હતાં તે કહેવાં લાગ્યો, તેની વાત સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.