માન વિનાનો પ્રબોધક
1 ત્યાંથી નીકળીને ઈસુ શિષ્યોની સાથે પોતાના વતન ગયા. 2 જયારે વિશ્રામવારે આવ્યા, સભાસ્થાનમાં તે શિક્ષણ આપવાં લાગ્યા, અને ઘણા તેમને સાંભળીને આશ્ચર્ય પામ્યાં.
"તેઓએ પૂછ્યું, આ બધું આ માણસ પાસે ક્યાંથી? તેમને આ જ્ઞાન કેવું આપવામાં આવ્યું છે? આ અદભુત ચમત્કારો એ કેવી રીતે કરી રહ્યા છે? 3 શું એ સુથાર નથી? શું તે મરિયમનો દીકરો, યાકોબ, યોસેફ, યહૂદા અને સિમોનનો ભાઈ નથી? શું તેની બહેનો પણ અહીં આપણી પાસે નથી? આમ તેઓએ તેમના સંબંઘી ઠોકર ખાધી."
4 ઈસુએ તેઓને કહ્યું, "પ્રબોધક પોતાના વતન, સગાંવહાલાં અને કુટુંબ સિવાય માન વગરનો નથી." 5 કેટલાક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા, તે સિવાય ઈસુ ત્યાં કોઈ ચમત્કારો કરી શક્યાં નહિ. 6 લોકોનો અવિશ્વાસ જોઈને તેમને આશ્ચર્ય થયું, પછી ઈસુ આસપાસના ગામેગામ શિક્ષણ આપતાં ગયા.