Pular para o conteúdo
Publicidade

માર્ક 6:21-29

21 આખરે લાગ મળી ગયો: હેરોદે પોતાની વરસગાંઠ નિમિતે ઉચ્ચ અધિકારીઓ, સેનાપતિઓ અને ગાલીલના અગ્રણ્ય નાગરિકો માટે ભોજન સમારંભ યોજયો. 22 આ પ્રસંગે હેરોદિયાસની પુત્રીએ નૃત્ય કરીને બધાને ખુશ કરી દીધા. રાજાએ તે છોકરીને કહ્યું.

"તું ચાહે તે માંગ, તે હું તને આપીશ." 23 અને તેણે સમ ખાઇને વચન આપીને કહ્યું, "જે કંઈ તું મારી પાસે માગે તે મારા અધાઁ રાજય સુધી હું તને આપીશ."

24 બહાર જઈને તેણે તેની માને પૂછ્યું, "હું શું માંગુ?"

તેણે કહ્યું, "યોહાન બાપ્તિસ્તનું માથું."

25 તરત રાજા પાસે જઈને તેણે વિનંતી કરીને કહ્યું, "મારે યોહાન બાપ્તિસ્તનું માથું તાસકમાં હમણાં જ જોઈએ."

26 આ સાંભળીને રાજા દુઃખી થયો, પરંતુ આપેલા વચનને લીધે અને મહેમાનોને લીધે તેના કહી શકયો નહિ. 27 તરત તેણે પોતાના એક અંગરક્ષકને યોહાનનું માથું કાપી લાવવાં જેલમાં મોકલ્યો. અંગરક્ષકે, જેલમાં આવીને યોહાનનું માથું કાપી નાખ્યું. 28 અને તેને તાસકમાં લાવીને છોકરીને આપ્યું, તે લઈને છોકરીએ તેની માં ને આપ્યું. 29 જે બન્યું હતું તે સાંભળીને યોહાનનાં શિષ્યો ત્યાં આવ્યા, અને યોહાનનાં મૃતદેહને લઈ જઈને કબરમાં દફનાવ્યું.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.