Pular para o conteúdo
Publicidade

માર્ક 6:30-44

પાંચ હજારને જમાડયાં

30 ઈસુના પ્રેષિતો તેમની પાસે એકઠાં થયા, ને તેઓએ જે જે કર્યું તથા શીખવ્યું હતું તે બધું ઈસુને કહી સંભળાવ્યું. 31 લોકોની ભીડ અને અવરજવર હોવાને લીધે તેમને ખાવાનો સમય પણ મળતો ન હતો. ઈસુએ કહ્યું, "ચાલો, થોડો સમય અહીંથી દૂર જઈને આરામ કરીએ."

32 હોડીમાં બેસીને તેઓ એકાંત સ્થળે જવા નીકળ્યાં. 33 ઘણા લોકોએ તેઓને જતાં જોયાં ને ઓળખ્યા, અને સવઁ શહેરો માંથી પગે દોડીને તેઓની આગળ પહોંચી ગયા. 34 જયારે ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે ઘણી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ત્યારે તેઓને જોઈને તેમના પ્રત્યે કરુણા ઊપજી, કારણ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા માટે ઈસુએ તેઓને ઘણી બાબતો શીખવવા લાગ્યા.

35 સાંજ પડતાં પહેલાં શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, "આ સ્થળ ઉજજડ છે, વળી ઘણું મોડું થઈ ગયું છે. 36 લોકોને મોકલો કે જેથી નજીકનાં આસપાસનાં ગામોમાં જઈને પોતાને સારું ખોરાક ખરીદી લે."

37 પણ તેમણે કહ્યું કે, "તમે તેઓને કંઈક ખાવાનું આપો!"

તેઓએ તેને કહ્યું, "તેમાં અડધા વર્ષથી વધુ વેતન લાગશે! શું આપણે જઈને રોટલી પાછળ આટલો ખર્ચ કરીએ અને તેમને ખાવા માટે આપીએ?"

38 તેમણે પૂછયું, "કે તમારી પાસે કેટલી રોટલી છે તે જઈને જુઓ."

તેઓએ તપાસ કરીને જણાવ્યું કે "પાંચ રોટલી ને બે માછલી છે."

39 પછી ઈસુએ તેઓને હુકમ કર્યો કે બધા લોકોને લીલા ઘાસ પર સમૂહમાં બેસાડો. 40 તેથી તેઓ પચાસ પચાસ અને સો સોની પંગતમાં બેસી ગયા. 41 ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી અને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો ને રોટલીનાં ટુકડા કર્યા અને તે ટુકડા તથા માછલી શિષ્યોને આપીને લોકોને પીરસવાં કહ્યું. 42 તેઓ બધાએ ધરાઈને ખાધું, 43 ભોજન પછી શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ભરીને માછલીઓમાંથી પણ કંઈ વધ્યું. 44 ખાનારા પુરુષોની સંખ્યા પાંચ હજાર હતી.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.