31 લોકોની ભીડ અને અવરજવર હોવાને લીધે તેમને ખાવાનો સમય પણ મળતો ન હતો. ઈસુએ કહ્યું, "ચાલો, થોડો સમય અહીંથી દૂર જઈને આરામ કરીએ."
32 હોડીમાં બેસીને તેઓ એકાંત સ્થળે જવા નીકળ્યાં. 33 ઘણા લોકોએ તેઓને જતાં જોયાં ને ઓળખ્યા, અને સવઁ શહેરો માંથી પગે દોડીને તેઓની આગળ પહોંચી ગયા. 34 જયારે ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે ઘણી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ત્યારે તેઓને જોઈને તેમના પ્રત્યે કરુણા ઊપજી, કારણ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા માટે ઈસુએ તેઓને ઘણી બાબતો શીખવવા લાગ્યા.