રૂપાંતર
2 છ દિવસ પછી ઈસુ પિતર, યાકોબ અને યોહાનને લઈને એક ઊંચા પર્વત પર ગયાં; ત્યાં તેઓ એકલા હતા. ત્યાં તેઓની આગળ તેમનું રૂપાંતર થયું. 3 તેમનાં વસ્ત્ર એવાં ઝળહળી ઊઠયાં, કે જગતનો કોઈ પણ ધોબી એવી ચમક લાવી ન શકે 4 ત્યાં તેઓની આગળ એલિયા તથા મોશે ઈસુ સાથે વાત કરતા દેખાયા.
5 પિતરે ઈસુને કહ્યું, "રાબ્બી! આપણે અહીં રહીએ તો એ સારું છે! જો તમે ચાહો તો, હું ત્રણ તંબુ બાંધુ; એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે." 6 (તેઓ બહુ ગભરાઈ ગયા અને શું બોલવું તેની તેને સૂઝ પડી નહિ.)
7 એવામાં એક વાદળ દેખાયું અને તેઓનાં ઉપર છાયા કરી, અને વાદળમાંથી એક વાણી સંભળાઈ, "આ મારો પ્રિય પુત્ર છે, જેને હું પ્રેમ કરું છું, તેનું સાંભળો!"
8 તત્કાળ, ચારેબાજુ જોઈને તેમણે પોતાની સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.
9 અને જ્યારે તેઓ પર્વત ઉપરથી નીચે ઊતરતાં હતાં, ઈસુએ તેઓને ફરમાવ્યું કે માણસનો દીકરો મરણમાંથી સજીવન ન થાય ત્યાં સુધી તમે જે જોયું છે તે કોઈને કહેતા નહિ. 10 તેઓએ એ વાત મનમાં રાખી, અને મરણમાંથી સજીવન થવું શું હશે, તે વિશે ચર્ચા કરતા રહ્યા.
11 અને તેઓએ તેને પૂંછયું, "નિયમશાસ્ત્રના પંડિતો કેમ કહે છે કે એલિયાએ પહેલાં આવવું જોઈએ?"
12 ઈસુએ જવાબ આપ્યો, "એ સાચુ છે. કે એલિયા પ્રથમ આવે છે ખરો અને બધું વ્યવસ્થિત કરશે, માણસના દીકરા વિષે એમ કેમ લખેલું છે કે તેમણે અતિશય દુઃખ સહેવું અને તુચ્છકાર પામવો? 13 હું કહું છું, કે એલિયા આવ્યો છે, અને તેના વિષે લખેલું છે તે પ્રમાણે જેમ તેઓએ ચાહ્યું તેમ તેને કયુઁ."