Pular para o conteúdo
Publicidade

રોમનોને 12:4-8

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

4 જેમ આપણે દરેકને એક શરીર છે અને તેના અનેક અવયવો છે અને આ બધા અવયવનું કાર્ય એક સરખું નથી; 5 તેથી મસીહમાં આપણે, ઘણા હોવા છતાં એક શરીર છીએ, અને દરેક અંગ બીજા બધાનાં છે. 6 આપણને દરેકને આપેલી કૃપા પ્રમાણે આપણને જુદાં જુદાં દાન મળ્યા છે. જો તમને પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો તમારાં વિશ્વાસનાં પ્રમાણમાં પ્રબોધ કરવો; 7 જો સેવા કરવાનું હોય, તો સેવા કરો; શિક્ષણ આપવાનું દાન હોય, શિક્ષણ આપો; 8 જો પ્રોત્સાહન આપવાનું હોય, તો પ્રોત્સાહન આપો; જો આપવાનું હોય, તો ઉદારતાથી આપો; જો આગેવાનનું હોય, તો તે ખંતથી કરો; જો દયા બતાવવાનું હોય, તો ઉમંગથી કરો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    4 કેમ કે જેમ આપણા શરીરનાં ઘણાં અંગો છે અને તેઓને બધાને એક જ કામ કરવાનું હોતું નથી; 5 તેમ આપણે ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસપરસ એકબીજાનાં અંગો છીએ.

    6 આપણને જે કૃપા આપવામાં આવી છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં કૃપાદાન મળ્યાં છે; તેથી જો બોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય, તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે બોધ કરવો; 7 અથવા જો સેવાનું, તો સેવામાં લાગુ રહેવું; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં લાગુ રહેવું; 8 જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં વ્યસ્ત રહેવું; જે દાન આપે છે, તેણે ઉદારતાથી આપવું; જે અધિકારી છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો; અને જે દયા રાખે છે તેણે હર્ખથી દયા રાખવી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.