Pular para o conteúdo
Publicidade

રોમનોને 14:1-4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

નબળો અને શસક્ત

1 જેનો વિશ્વાસ નબળો છે તેનો સ્વીકાર કરો, વિવાદાસ્પદ બાબતો પર તકરાર કર્યા વિના. 2 એક વ્યકિતનો વિશ્વાસ બધું ખાવાની પરવાનગી આપે છે, પણ બીજો, જેનો વિશ્વાસ નબળો છે તે ફક્ત શાકભાજી ખાય છે. 3 જે બધું જ ખાય છે તેઓએ નહિ ખાનારાને તુચ્છ ન ગણવાં અને જેઓ નથી ખાતાં તેમણે ખાનારનો ન્યાય ન કરવો, કારણ કે ઈશ્વરે તેઓને સ્વીકાર્યા છે. 4 તું કોણ છે કે બીજાનાં નોકરનો ન્યાય કરે? નોકરનું ઊભા રહેવું કે પડવું તે તેના માલીકના હાથમાં છે અને તે સ્થિર રહેશે, કેમકે પ્રભુ તેમને ઉભા રાખવાને સમથઁ છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ સંદેહ પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ. 2 કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધું જ ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી માત્ર શાકભાજી જ ખાય છે.

    3 જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો; અને જે ખાતો નથી તેણે ખાનારને અપરાધી ન ઠરાવવો; કારણ કે ઈશ્વરે તેનો સ્વીકાર કર્યો છે. 4 તું કોણ છે કે બીજાના નોકરને અપરાધી ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના માલિકના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.