8 કારણ કે હું તમને કહું છું કે મસીહ ઇશ્વરનાં સત્ય માટે યહૂદિઓનાં સેવક બન્યાં જેથી પુવઁજોને આપેલા વચન પૂણઁ થાય. 9 અને, વળી, વિદેશીઓ પણ ઈશ્વરની દયાને લીધે ઇશ્વરનો મહિમા કરે. જેમ લખેલું છે:
"તેથી હું વિદેશીઓમાં તમારી સ્તુતી કરીશ;
હું તમારા નામનાં સ્તુતિ ગીત ગાઇશ."
10 ફરીથી, તે કહે છે,
"ઓ વિદેશીઓ, તમે તેના લોકો સાથે આનંદ કરો."
11 અને ફરીથી,
"બધા વિદેશીઓ, પ્રભુની સ્તુતિ કરો;
દરેક લોકો તેમનો મહિમા કરો."
12 અને વળી, યશાયા કહે છે કે,
"યિશાઈના જડમાંથી એક નીકળશે,
જે પ્રજાઓ પર રાજ કરવાને માટે ઉઠશે;
તેના પર વિદેશીઓ આશા રાખશે."
13 આશાનાં ઈશ્વરને જેમ તમે તેના પર તમે આશા રાખો છો તે તમને આનંદ અને શાંતિથી ભરપૂર કરો જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય.