3 શાસ્ત્ર શું કહે છે? અબ્રાહમે ઈશ્વર પર વિશ્વાસ કર્યા, અને તે તેને લેખે ન્યાયીપણાં તરીકે ગણવામાં આવ્યો.
9 આ આશીર્વાદ ફક્ત સુન્નતીઓ માટે જ છે કે બેસુન્નતીઓ માટે પણ? આપણે કહીએ છીએ કે અબ્રાહમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાં તરીકે ગણાયો. 10 કંઇ પરિસ્થિતિમાં તેને ગણવામાં આવ્યો? તેણે સુન્નત કરાવી તે પહેલાં કે પછી? તે પછી નહિ, પણ પહેલાં. 11 અને તેણે સુન્નત એક નિશાની તરીકે મળી, એટલે કે સુન્નત થઈ ન હોય છતાં વિશ્વાસથી મળેલી ન્યાયીપણાની મુદ્રા તરીકે, તેથી જે લોકોએ સુન્નત ન કરાવી હોવા છતાં વિશ્વાસ કરે છે તે બધાનાં તે પિતા છે, જેથી તેઓનું ન્યાયપણું ગણવામાં આવે.
16 તેથી વચન વિશ્વાસ દ્ગારા આવે છે. જેથી તે કૃપાથી અબ્રાહમના બધાં વંશજોને અચૂક મળે, ફકત નિયમ પાળનારાઓને જ નહિ, પણ અબ્રાહમ જેવો વિશ્વાસ રાખનારાઓને પણ. તે આપણા સર્વનાં પિતા છે.
20 છતાં, ઇશ્વરના વચન પર અવિશ્વાસથી પણ શંકા લાવ્યાં નહિ પણ પોતાના વિશ્વાસમાં દ્રઢ રહ્યો અને ઈશ્વરને મહિમા આપ્યો. 21 તેને ખાતરી હતી કે ઈશ્વરે જે વચન આપ્યું હતું તે પરિપૂર્ણ કરવા તેઓ શકિતમાન છે.