Pular para o conteúdo
Publicidade

રોમનોને 5:1-5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

શાંતિ અને આશા

1 તેથી આપણે વિશ્વાસ કર્યાથી આપણને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે પ્રભુ ઈસુ મસીહ મારફતે આપણને ઈશ્વર સાથે શાંતિ મળે છે, 2 આ જે કૃપા, જેમાં આપણે હાલમાં ઊભા છીએ તેમના દ્ગારા વિશ્વાસથી આપણે પ્રવેશ પામેલા છીએ અને આપણે ઈશ્વરના મહિમાની આશામાં ગવઁ કરીએ છીએ. 3 એટલું જ નહિ પણ મુશ્કેલીઓમાં પણ આપણે આનંદ કરીએ છીએ. કેમકે આપણે જાણીએ છીએ કે મુશ્કેલીઓ ધીરજ ઉત્પન્ન કરે છે; 4 ધીરજથી, ચારિત્ર્યને, અને ચારિત્ર્યથી આશા ઉત્પન્ન થાય છે. 5 ને આશા આપણને શરમાવતી નથી, કેમકે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા હૃદયમાં ઇશ્વરનો પ્રેમ રેડાયો છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 આપણે વિશ્વાસથી ન્યાયી ઠરાવાયેલાં છીએ, તે માટે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રયે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ; 2 આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તેમાં ઈસુને આશ્રયે વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ; વળી આપણે ઈશ્વરમાં મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.

    3 માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિથી ધીરજ, 4 ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન થાય છે; 5 આશા શરમાવતી નથી; કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવેલો છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.