6 જુઓ, જયારે આપણે નિબઁળ હતાં ત્યારે યોગ્ય સમયે મસીહ પાપીઓને માટે મરણ પામ્યા. 7 ન્યાયી માણસને સારું ભાગ્યે જ કોઇ મરે; સારાં માણસ માટે કોઈ કદાચ મરવાની હિંમત કરે; 8 પણ આપણે જયારે પાપી હતા ત્યારે આપણે માટે મસીહ મરણ પામ્યા, તેમાં ઈશ્વરે આપણા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો.
9 હવે આપણે તેના રકત દ્વારા ન્યાયી ઠરાવવામાં આવ્યા છે તેના દ્વારા આપણે ઈશ્વરના કોપથી બચીશું એ કેટલું ખાતરીપૂર્વક છે. 10 કેમકે જયારે આપણે ઈશ્વરના દુશ્મન હતા, ત્યારે તેમના પુત્રનાં મરણ દ્વારા તેમની સાથે સમાધાન થયું તો સમાધાન પછી આપણે તેમના જીવન દ્વારા બચીશું તે કેટલુ વિશેષ ખાતરી ખાતરીપૂવઁક છે!