Pular para o conteúdo
Publicidade

રોમનોને 6:1-10

પાપ સંબંધી મૂઆ, મસીહમાં સજીવન

1 તો આપણે શું કહીએ? કૃપા વધે માટે શું આપણે પાપ કર્યા જ કરીએ? 2 ના! કદી નહિ! પાપ સંબંધી આપણે મરણ પામ્યા છીએ તો પછી આપણે પાપમાં કેવી રીતે જીવીએ? 3 શું તમે નથી જાણતાં કે જેઓ મસીહ ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સવઁ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યાં. 4 તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા, કે જેથી મસીહ પિતાનાં દ્ગારા મૃત્યુમાંથી સજીવન થયા. તેમ આપણે પણ નવું જીવન જીવીએ.

5 કારણ કે જો આપણે તેનાં મરણની સમાનતામા તેમની સાથે એકરૂપ થયા. તો તેમના પુનરુત્થાનની સમાનતામા આપણે એકરૂપ થઇશુ. 6 આપણે જાણીએ છીએ કે આપણું જુનું માણસપણું ક્રૂસે જડાયું જેથી આપણું શરીર પાપનાં અંકુશમાં ન રહે અને આપણે પાપની ગુલામીમાં ન રહીએ 7 કારણ કે જે કોઇ મૃત્યુ પામ્યું છે તે પાપથી મુક્ત થયો છે.

8 હવે જો આપણે મસીહ સાથે મૃત્યુ પામ્યા, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા. 9 કેમકે આપણે જાણીએ છીએ કે, મસીહ મરણમાંથી સજીવન થયા અને ફરી મરણ પામનાર નથી; મરણનો હવે તેમના પર કોઈ અધિકાર નથી. 10 જે મૃત્યુ તેઓ પામ્યા, તેઓ બધા પાપ માટે એક જ વાર મૃત્યુ પામ્યા; પણ જે જીવન તેઓ જીવે છે તે ઈશ્વર માટે જીવે છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.