પાપ સંબંધી મૂઆ, મસીહમાં સજીવન
1 તો આપણે શું કહીએ? કૃપા વધે માટે શું આપણે પાપ કર્યા જ કરીએ? 2 ના! કદી નહિ! પાપ સંબંધી આપણે મરણ પામ્યા છીએ તો પછી આપણે પાપમાં કેવી રીતે જીવીએ? 3 શું તમે નથી જાણતાં કે જેઓ મસીહ ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સવઁ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યાં. 4 તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા, કે જેથી મસીહ પિતાનાં દ્ગારા મૃત્યુમાંથી સજીવન થયા. તેમ આપણે પણ નવું જીવન જીવીએ.