Pular para o conteúdo
Publicidade

રોમનોને 6:2-7

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

2 ના! કદી નહિ! પાપ સંબંધી આપણે મરણ પામ્યા છીએ તો પછી આપણે પાપમાં કેવી રીતે જીવીએ? 3 શું તમે નથી જાણતાં કે જેઓ મસીહ ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સવઁ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યાં. 4 તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા, કે જેથી મસીહ પિતાનાં દ્ગારા મૃત્યુમાંથી સજીવન થયા. તેમ આપણે પણ નવું જીવન જીવીએ.

5 કારણ કે જો આપણે તેનાં મરણની સમાનતામા તેમની સાથે એકરૂપ થયા. તો તેમના પુનરુત્થાનની સમાનતામા આપણે એકરૂપ થઇશુ. 6 આપણે જાણીએ છીએ કે આપણું જુનું માણસપણું ક્રૂસે જડાયું જેથી આપણું શરીર પાપનાં અંકુશમાં ન રહે અને આપણે પાપની ગુલામીમાં ન રહીએ 7 કારણ કે જે કોઇ મૃત્યુ પામ્યું છે તે પાપથી મુક્ત થયો છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    2 ના, એવું ન થાઓ; આપણે પાપના સંબંધી મૃત્યુ પામ્યા, તો પછી એમાં કેમ જીવીએ? 3 શું તમે નથી જાણતા કે, આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા.

    4 તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવાયા, કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. 5 કેમ કે જો આપણે તેમના મરણની સમાનતામાં તેમની સાથે જોડાયાં, તો તેમના મરણોત્થાનની સમાનતામાં પણ જોડાયેલાં થઈશું.

    6 આપણે જાણીએ છીએ કે આપણું જૂનું મનુષ્યત્વ તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય; એટલે હવે પછી આપણે પાપના દાસત્વમાં રહીએ નહિ. 7 કેમ કે જે મૃત્યુ પામેલો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.