15 હું જે કરું છું તે હું સમજી શકતો નથી, હું જે કરવા ઈચ્છું છું તે હું કરી શકતો નથી, પરંતુ જે હું ધિક્કારું છું તે જ હું કરું છું. 16 અને જો હું જે કરવા માગતો નથી તે કરું છું, તો હું સ્વીકારુ છું કે નિયમ સારો છે. 17 તો હવે જે તે કરે છે તે હું પોતે નથી, પણ મારામાં રહેલું પાપ છે તે જ તે કરે છે. 18 હું જાણું છું કે મારાંમાં એટલે મારા દેહમાં કાંઈ સારું વસતું નથી. હું સારું કરવાની ઈચ્છા રાખું છું, પણ તે પ્રમાણે કરી શકતો નથી. 19 પણ જે સારું કરવાની હું ઈચ્છા રાખું છું, તે હું કરતો નથી, પણ ભૂંડું જે મારે ન કરવું જોઈએ, તે હું કર્યા કરું છું. 20 હવે જે હું ઈચ્છતો નથી તે હું કરું છું તો તે કરનાર હું નથી, પણ મારાંમાં રહેલું પાપ તે કરે છે.
21 તેથી મને આ નિયમ કાયઁ કરતું દેખાય છે: હું સારું કરવાની ઇચ્છા રાખું છું, ત્યારે દુષ્ટતા મારી સાથે હોય છે. 22 કેમકે મારા અંતઃકરણમાં હું ઇશ્વરનાં નિયમમાં આનંદ માનું છું. 23 પણ હું મારામાં એક અલગ નિયમને કાયઁ કરતો જોઉં છું જે મારા મનનાં નિયમ સામે લડે છે અને મારામાં કામ કરતા પાપનાં નિયમનો કેદી બનાવે છે. 24 હું કેવો દુભાઁગ્ય માણસ છું મને આ મરણનાં શરીરમાંથી મને કોણ છોડાવશે! 25 આપણા પ્રભુ ઈસુ મસીહ દ્ગારા મને છોડાવનાર ઇશ્વરનો આભાર માનું છું!
હું મારા મનમાં ઇશ્વરનાં નિયમનો ગુલામ છું પણ મારા પાપી સ્વભાવમાં પાપનાં નિયમનો ગુલામ છું.