Pular para o conteúdo
Publicidade

રોમનોને 8:1-11

આત્મા દ્ઘારા જીવન

1 એ માટે જેઓ મસીહ ઈસુમાં છે, તેઓને માટે હવે કોઈ શિક્ષા નથી. 2 કેમકે મસીહ ઈસુમાં જીવનના આત્માના જે નિયમ છે તેણે તમને પાપ, અને મરણના નિયમથી મુક્ત કર્યા છે. 3 કારણ કે દેહને લીધે નિયમ નિબઁળ હતો, તેથી કરી શક્યો નહિ. તે ઇશ્વરે પોતાના પુત્રને પાપી દેહના સ્વરૂપમાં પાપનું બલિદાન થવા માટે મોકલીને તેના દેહમાં પાપને દોષિત ઠરાવ્યો. 4 જેથી, આપણામાં એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્માને પ્રમાણે જીવીએ છીએ, નિયમની ન્યાયની જરૂરિયાત સંપૂણઁ રીતે પુરી થાય.

5 જે લોકો દૈહિક ઇચ્છાઓ પ્રમાણે જીવે છે તેઓ દૈહિક ઇચ્છાઓ પર મન લગાડે છે; પણ જે લોકો આત્મા પ્રમાણે જીવે છે તેઓ આત્માની ઇચ્છાઓ પર મન લગાડે છે. 6 દેહથી દોરાતું મન તે મરણ છે; પણ આત્માથી દોરાતું મન તે જીવન અને શાંતિ છે. 7 જે મન દૈહિક ઇચ્છાઓ દ્ઘારા નિંયત્રિત છે તે ઈશ્વર વિરોધી છે, તે ઈશ્વરના નિયમોને આધીન નથી. અને થઇ શકતું પણ નથી. 8 જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.

9 પરંતુ જો, તમે, તમારાંમાં ઈશ્વરનો આત્મા વસે છે. તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઇને મસીહનો આત્મા નથી તે મસીહનો નથી. 10 પણ જો કે મસીહ તમારાંમાં છે, છતાં પાપને કારણે તમારું શરીર મરેલું છે, પણ ન્યાયીપણાને લીધે તમારો આત્મા જીવે છે. 11 ઈસુ મસીહને મરણમાંથી ઉઠાડનાર આત્મા તમારાંમાં વસે છે, તો જેણે મસીહને મરણમાંથી ઉઠાડયા, તે તમારામાં વસનાર આત્મા દ્ગારા તમારાંં નાશવંત શરીરને સજીવન કરશે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.