12 તેથી, ભાઈઓ અને બહેનો, આપણને ફરજ છે, પણ તે દેહ પ્રમાણે જીવવાની નથી. 13 જો તમે દેહ પ્રમાણે જીવશો, તો તમે મરશો; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાંખશો, તો તમે જીવશો.
14 કેમકે, જેઓ ઈશ્વરનાં આત્માથી દોરાય છે, તેઓ ઈશ્વરના દીકરા છે. 15 તમને મળેલો આત્મા તમને ગુલામ બનાવતો નથી, કે તમે ફરીથી ભયમાં રહો; પણ જે આત્મા તમે મેળવ્યો છે તે દતકપુત્રપણાંનો મળ્યો છે. અને આપણે તેમને "અબ્બા, પિતા, કહીને બોલાવીએ છીએ!" 16 અને તે વળી આત્મા પોતે આપણા આત્મા સાથે સાક્ષી આપે છે કે આપણે ઇશ્વરના બાળકો છીએ. 17 હવે જો આપણે બાળકો છીએ, તો વારસદાર છીએ, ઈશ્વરના વારસદાર અને મસીહ સાથે સહવારસદાર છીએ, જો આપણે તેમનાં દુઃખોમાં ભાગીદાર બનીએ, તો આપણે પણ તેમના મહિમામાં ભાગીદાર બનીએ.