વતઁમાન દુઃખ અને ભવિષ્યનો મહિમા
18 હું માનું છું કે જે મહિમા આપણામાં પ્રગટ થનાર છે તેની સાથે આપણા હાલનાં દુઃખોને સરખાવવા યોગ્ય નથી.
26 એ જ પ્રમાણે આત્મા આપણને આપણી નિર્બળતામાં સહાય કરે છે. કેવી રીતે પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પરંતુ પવિત્ર આત્મા આપણે માટે અવાચ્ય ઉદગારોમાં મધ્યસ્થી કરે છે.
28 અને આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર પર પ્રેમ રાખે છે, અને જેઓ તેમના હેતુ પ્રમાણે બોલાવાયેલા છે તેઓના ભલા માટે ઈશ્વર બધી બાબતોમાં કામ કરે છે. 29 કેમકે જેમને ઈશ્વર અગાઉથી જાણતા હતા તેઓને તેમણે પોતાના દીકરાની પ્રતિમા પ્રમાણે થવાનું અગાઉથી નક્કી કયુઁ હતું, જેથી તે ઘણાં ભાઈઓ અને બહેનોમાં પ્રથમજનિત થાય.
35 તો મસીહના ના પ્રેમથી આપણને કોણ જુદા પાડી શકે? મુશ્કેલી, કે આફત કે, સતાવણી કે દુકાળ કે, નગ્નતા કે, તરવાર કે, ભય?
37 ના, આ બધી બાબતોમાં જેણે આપણા પર પ્રેમ રાખ્યો, તેના દ્ગારા વિશેષ જય પામીએ છીએ. 38 કેમકે મને ખાતરી છે કે, ન તો મરણ, ન જીવન, ન તો દૂતો કે દુષ્ટ, ન વતઁમાન કે ન ભવિષ્ય, કે ન તો કોઇ પરાક્રમ, 39 ઊંચાણ કે, ઊંડાણ કે બીજું કાંઈ પણ સૃષ્ટ વસ્તુ, ઈશ્વરના પ્રેમ આપણા પ્રભુ મસીહ ઈસુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.