વતઁમાન દુઃખ અને ભવિષ્યનો મહિમા
18 હું માનું છું કે જે મહિમા આપણામાં પ્રગટ થનાર છે તેની સાથે આપણા હાલનાં દુઃખોને સરખાવવા યોગ્ય નથી. 19 કેમકે સૃષ્ટિ ઈશ્વરનાં બાળકોનાં પ્રગટ થવાની આતુરતાથી રાહ જોઈ રહી છે. 20 કારણ કે, સૃષ્ટિની પોતાની ઈચ્છાથી નહિ, પરંતુ તેને આધીન કરનારની ઇચ્છાથી આધીન થઇ, આશાથી 21 કે સૃષ્ટિ પોતે જ વિનાશનાં બંધનમાંથી મુકત થશે અને ઈશ્વરના બાળકોનાં મહિમાની સાથે મુક્તિ પામે.
22 આપણે જાણીએ છીએ કે આખી સૃષ્ટિ અત્યાર સુધી પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે. 23 એટલું જ નહિ, આપણે પોતે પણ, જેમને આત્માનું પ્રથમફળ મળ્યું, તેઓ આપણા દતકપુત્રપણાંની, એટલે કે આપણા શરીરનાં ઉધ્ધારની રાહ જોતાં, અંદરોઅંદર નિસાસા નાંખીએ છીએ. 24 કેમકે તે જ આશાએ આપણે તારણ પામ્યાં છીએ. પણ જે આશા દેખાય છે તે કંઇ આશા નથી જે પહેલેથીજ છે તેની કોણ આશા રાખે? 25 પણ આપણે એવી આશા રાખીએ છીએ કે જે આપણી પાસે હજી સુધી નથી, ત્યારે ધીરજથી આપણે તેની રાહ જોઈએ છીએ.
26 એ જ પ્રમાણે આત્મા આપણને આપણી નિર્બળતામાં સહાય કરે છે. કેવી રીતે પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પરંતુ પવિત્ર આત્મા આપણે માટે અવાચ્ય ઉદગારોમાં મધ્યસ્થી કરે છે. 27 અને આપણા હ્રદયોને પારખાનાર આત્માની ઇચ્છા જાણે છે, કેમકે પવિત્ર આત્મા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ઇશ્વરના લોકો માટે મધ્યસ્થી કરે છે.