28 અને આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર પર પ્રેમ રાખે છે, અને જેઓ તેમના હેતુ પ્રમાણે બોલાવાયેલા છે તેઓના ભલા માટે ઈશ્વર બધી બાબતોમાં કામ કરે છે. 29 કેમકે જેમને ઈશ્વર અગાઉથી જાણતા હતા તેઓને તેમણે પોતાના દીકરાની પ્રતિમા પ્રમાણે થવાનું અગાઉથી નક્કી કયુઁ હતું, જેથી તે ઘણાં ભાઈઓ અને બહેનોમાં પ્રથમજનિત થાય. 30 ઈશ્વરે આપણને પસંદ કર્યા અને તેમની પાસે બોલાવ્યા. જયારે આપણે તેમની પાસે આવ્યા ત્યારે; તેમણે આપણને દોષમુકત જાહેર કર્યા, મસીહની સર્વ ભલાઈથી ભરપૂર કર્યા; પોતાની સાથે સીધા સંબંધમાં સ્થાપિત કર્યા અને આપણને તેમના મહિમાના ભાગીદાર બનાવવાનું વચન આપ્યું.
વિજેતાઓ કરતા વિશેષ
31 અને જેઓને તેમણે અગાઉથી મુકરર કયાઁ, તેઓને તેમણે બોલાવ્યા પણ, જેમને તેમણે બોલાવ્યા તેમને ન્યાયી પણ ઠરાવ્યાં, જેમને ન્યાયી ઠેરવ્યા તેમને મહિમાવાન પણ કર્યા. તો આ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ? 32 જેમણે પોતાના પુત્રને પાછો ના રાખ્યો, પણ આપણા બધાં માટે તમને સોંપી દીધા, તો તેમની સાથે કૃપા કરીને આપણને બધું જ કેમ નહિ આપે? 33 ઈશ્વરના પસંદ કરેલાં ઉપર કોણ દોષ મૂકશે? ન્યાયી ઠરાવનાર તે ઈશ્વર જ છે. 34 તો પછી દોષિત ઠરાવનાર કોણ? કોઇ નહિ. મસીહ ઈસુ જે મૃત્યું પામ્યા અને સજીવન થયા, તેમનાથી પણ વધું જે ઇશ્વરને જમણે હાથે છે, અને આપણે માટે મધ્યસ્થતા પણ કરી રહ્યાં છે. 35 તો મસીહના ના પ્રેમથી આપણને કોણ જુદા પાડી શકે? મુશ્કેલી, કે આફત કે, સતાવણી કે દુકાળ કે, નગ્નતા કે, તરવાર કે, ભય? 36 જેમ લખેલું છે તેમ:
"તમારે લીધે અમે આખો દિવસ માયાઁ જઈએ છીએ;
કતલ થનાર ઘેટાંના જેવાં અમે ગણાયેલા છીએ."
37 ના, આ બધી બાબતોમાં જેણે આપણા પર પ્રેમ રાખ્યો, તેના દ્ગારા વિશેષ જય પામીએ છીએ. 38 કેમકે મને ખાતરી છે કે, ન તો મરણ, ન જીવન, ન તો દૂતો કે દુષ્ટ, ન વતઁમાન કે ન ભવિષ્ય, કે ન તો કોઇ પરાક્રમ, 39 ઊંચાણ કે, ઊંડાણ કે બીજું કાંઈ પણ સૃષ્ટ વસ્તુ, ઈશ્વરના પ્રેમ આપણા પ્રભુ મસીહ ઈસુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.