Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 13

સમાપન ઉપદેશો

1 ભાઈઓ અને બહેનો તરીકે એકબીજા પર પ્રેમ રાખો. 2 અજાણ્યાઓને પરોણાગત કરવાનું ભૂલશો નહિ, કેમકે એવું કરવાથી કેટલાકે અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે. 3 જેઓ જેલમાં છે તેઓની સાથે તમે પણ જેલમાં હો એમ સમજીને તેઓને યાદ કરો, અને જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને યાદ કરો જાણે તમે પોતે પણ દુઃખ સહન કરી રહ્યાં છો.

4 સવઁમાં લગ્નને માન યોગ્ય ગણો, અને બિછાનું શુધ્ધ રાખો, કેમકે ઈશ્વર વ્યભિચારી અને અનૈતિક લોકોનો ન્યાય કરશે. 5 દ્રવ્યલોભથી દૂર રહો; અને તમારી પાસે છે તેમાં સંતોષ માનો. કેમકે ઈશ્વરે કહ્યું છે કે,

"હું તને કદી છોડીશ નહિ. હું તને કદી તજીશ નહિ"

6 તો આપણે ખાતરીપૂવઁક કહી શકીએ છીએ કે,

"પ્રભુ મારો સહાયક છે; હું ડરીશ નહિ.

માણસ મને શું કરનાર છે?"

7 તમને ઈશ્વરનાં વચનો કહેનાર તમારાં આગેવાનોને યાદ કરો. અને તેમના જીવનનાં પરિણામનો વિચાર કરો અને તેમના વિશ્વાસનું અનુકરણ કરો. 8 ઈસુ મસીહ ગઈ કાલે, આજે અને સર્વકાળ એવા અને એવા જ છે.

9 તેથી તમે દરેક પ્રકારના વિચિત્ર ઉપદેશથી આકર્ષાઈ જશો નહિ. કેમકે કૃપાથી હ્રદય દ્રઢ થાય તે સારું છે, ધામિઁક ખોરાક ખાવાથી નહિ, જે એમ કરનારાઓને કશો જ ફાયદો થતો નથી. 10 આપણી પાસે એવી એક વેદી છે કે જેમાંથી મંડપમાં સેવા કરનારાઓને ખાવાનો અધિકાર નથી.

11 પ્રમુખયાજક પશુઓનું રકત પવિત્રસ્થાનમાં પાપાથાઁપણ તરીકે પરમપવિત્રસ્થાનમાં લઇ જાય છે, પણ શરીરને છાવણીની બહાર બાળી નાંખવામાં આવે છે. 12 અને તેથી ઈસુએ પણ પોતાના રકતથી લોકોને પવિત્ર કરવા સારું શહેરનાં દરવાજાની બહાર દુઃખ સહ્યું. 13 તેથી ચાલો, આપણે પણ તેમનું અપમાન સહન કરીને છાવણી બહાર તેમની પાસે જઈએ. 14 કેમકે આપણી પાસે કાયમી રહે એવું શહેર નથી, પણ જે આવવાનું છે તે શહેરની રાહ જોઈ રહ્યા છીએ.

15 માટે, ઈસુ દ્રારા, આપણે ઈશ્વરને સ્તુતિનું બલિદાન નિત્ય ચઢાવીએ, જે તેમના નામનું જાહેરમાં કબૂલ કરનારા હોઠોનું ફળ છે. 16 અને સારું કરવાનું અને બીજાઓને દાન આપવાનું ભૂલશો નહિ, કેમકે એવાં અર્પણોથી ઈશ્વર પ્રસન્ન થાય છે.

17 તમારાંં આત્મિક આગેવાનોનો ભરોસો રાખો અને તેમને આધીન રહો, કારણ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા પર નજર રાખે છે. આમ કરવાથી તેમનું કાયઁ આનંદદાયક બને, બોજારૂપ નહિ, કારણ કે તેથી તમને પણ ગેરલાભ થાય.

18 અમારે માટે પ્રાર્થના કરો. કેમકે અમારું અંતઃકરણ શુધ્ધ છે એવી અમને ખાતરી છે અને અમે દરેક રીતે માનપૂવઁક જીવવા માંગીએ છીએ. 19 હું તમને ખાસ વિનંતી કરું છું કે તમે મારે માટે ખાસ પ્રાર્થના કરો કે હું તમારી પાસે જલદી પાછો આવી શકું.

આશીઁવાદ અને અંતિમ શુભેચ્છાઓ

20 હવે શાંતિનો ઈશ્વર, જેણે ઘેંટાના મહાન પાળક આપણ પ્રભુ ઈસુને સાર્વકાલિક કરારને પોતાના રકતથી મરણમાંથી પાછા લાવ્યા, 21 તમને તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે સર્વ સારા કામથી તૈયાર કરો, અને ઈશ્વરને પસંદ પડે તેવું જીવન મસીહ ઈસુ વડે જીવો; તેમને સર્વકાળ મહિમા હો. આમીન.

22 ભાઈઓ અને બહેનો, હું તમને વિનંતી કરું છું કે, તમે મારા બોધના વચનને સહન કરો, કેમકે મે તમને ટૂંકમાં જ લખ્યું છે.

23 હું તમને જણાવવાં માંગુ છું કે આપણો ભાઈ તિમોથી છૂટયો છે. જો તે વહેલો આવશે તો હું તેની સાથે આવીને તમને મળીશ.

24 તમારાં આગેવાનોને તથા સર્વ પ્રભુના લોકોને મારી સલામ પાઠવશો.

ઈટાલીમાં જેઓ છે તેઓ તમને સલામ પાઠવે છે.

25 તમો સર્વ પર કૃપા હો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.