વૃધ્ધિ પામતા બી નું દ્રષ્ટાંત
26 અને તેણે એ પણ કહ્યું, ઈશ્વરનું રાજ્ય આવું છે, "એક માણસે ખેતરમાં બી વાવ્યા. 27 રાતદિવસ તે ઊંઘે તથા જાગે અને તે બી ઊગે ને વધે પણ કેવી રીતે એ તે જાણતો નથી. 28 જમીને આપમેળે પાક ઊપજાવે, પ્રથમ ફણગા, પછી ઊંબીઓ, અને છેવટે પાક પૂરાં દાણા ઊપજાવે છે. 29 પાક ઊપજ્યા પછી તરત માણસ દાંતરડું લગાડે છે, કેમકે કાપણીનો સમય આવ્યો છે."