યોહાન બાપ્તિસ્તનો શિરચ્છેદ
14 હેરોદ રાજાએ આ વિશે સાંભળ્યું, કેમકે તેનું નામ પ્રસિધ્ધ થયું હતું. ઘણા કહેતા: "યોહાન બાપ્તિસ્ત છે, તે મરણમાંથી સજીવન થયો છે, તેથી તે આવાં ચમત્કારીક પરાક્રમી કામો તેનાથી થઈ રહયાં છે."
15 બીજાઓએ કહ્યું કે, "તે પ્રબોધક એલિયા છે."
વળી બીજા કેટલાક એવું કહેતાં કે, "પ્રાચીન પ્રબોધકો માના કોઇ એકના જેવો પ્રબોધક છે."
16 પણ હેરોદે તે સાંભળીને કહ્યું, "તે યોહાન જ છે, મેં જેનો શિરચ્છેદ કરાવ્યો હતો તે મરણમાંથી સજીવન થયો છે."