Pular para o conteúdo
Publicidade

રોમનોને 10:12-17

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

12 યહૂદી અને વિદેશીઓમાં કંઇ ભેદ નથી—કેમકે સવઁનો પ્રભુ એક જ છે, અને જેઓ તેને વિનંતી કરે છે તે સવઁને પુષ્કળ આશીઁવાદ આપે છે. 13 કેમકે પ્રભુને નામે, જે કોઈ વિનંતી કરશે તે તારણ પામશે.

14 તો પછી, જેમનાં પર તેઓએ વિશ્વાસ કયોઁ નથી, તેને તેઓ તેમને કેવી રીતે વિનંતી કરશે? અને જેના વિશે સાંભળ્યું નથી કેવી રીતે તેઓ તેમના પર વિશ્વાસ કરશે? અને કોઈ કહે નહિ ત્યાં સુધી તેઓ કેવી રીતે સાંભળશે? 15 અને જો કોઈને મોકલવામાં ન આવે તો તે કેવી રીતે ઉપદેશ કરશે? જેમ લખેલું છે તેમ: સુસમાચાર લાવનારાનાં પગલાં કેવાં સુંદર છે!

16 પરંતુ બધાં ઇઝરાયેલીઓએ સુસમાચારનો સ્વીકાર કયોઁ નહિ. યશાયા કહે છે કે "પ્રભુ! અમારા સંદેશ પર કોણે વિશ્વાસ કયોઁ છે?" 17 એ પ્રમાણે, સંદેશો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને મસીહના વચન દ્ઘારા સંદેશો સાંભળવામાં આવે છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    12 અહીં યહૂદી તથા ગ્રીકમાં કશો તફાવત નથી, કેમ કે સર્વના પ્રભુ એક જ છે અને જેઓ તેને વિનંતી કરે છે તેઓ સર્વ પ્રત્યે તે ખૂબ જ ઉદાર છે. 13 કેમ કે ‘જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે ઉદ્ધાર પામશે.’"

    14 પણ જેમનાં ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેમને તેઓ કેવી રીતે વિનંતી કરી શકે? વળી જેમને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી શકે? વળી ઉપદેશક વગર તેઓ કેવી રીતે સાંભળી શકે? 15 વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેવી રીતે ઉપદેશ કરી શકે? ‘જેમ લખ્યું છે કે, શુભસંદેશ સંભળાવનારનાં પગલાં કેવાં સુંદર છે!’"

    16 પણ બધાએ તે સુવાર્તા માની નહિ; કેમ કે યશાયા કહે છે કે, ‘હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે?’ 17 આમ, સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તનાં વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.