Pular para o conteúdo
Publicidade

રોમનોને 16

વ્યકિતગત શુભેચ્છાઓ

1 આપણી પ્રિય બહેન ફેબી કિંખ્રિયા મંડળીની તે સેવિકા છે, હું તેમને ભલામણ કરું છું. 2 હું તમને વિનંતી કરું છું પ્રભુના લોકોને ઘટે તેવો પ્રભુમાં તેનો સ્વીકાર કરજો અને શકય તે સર્વ મદદ કરજો કારણ કે તેણે મને તથા બીજી ઘણી વ્યકિતઓને જરૂરિયાતનાં સમયે મદદ કરી છે.

3 મસીહ ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કિલા અને અકુલાને મારી સલામ કહેજો. 4 મારે લીધે તેઓએ પોતાના જીવ જોખમમાં મૂક્યાં. એકલો હું જ નહિ પણ સઘળા વિદેશીઓની મંડળીઓ પણ તેઓના આભારી છે.

5 તેઓના ઘરમાં એકત્ર થતી મંડળીને મારી સલામ.

આસિયા પ્રાંતમાં સૌ પ્રથમ મસીહને સારું ફળ છે મારા પ્રિય મિત્ર અપૈનિતસને પણ મારી સલામ પાઠવશો.

6 તમારે માટે પુષ્કળ મહેનત કરનાર મરિયમને પણ મારી સલામ કહેજો.

7 મારા સાથી યહુદીઓ આંદ્રોનિકસ તથા જુનિયાસને મારી સલામ કહેજો. જેઓ મારી સાથે જેલમાં હતાં. પ્રેષિતો તેઓને માન આપે છે, અને તેઓ મારી અગાઉ મસીહમાં હતા.

8 પ્રભુમાં મારા વહાલાં મિત્ર આંપ્લિયાતસ સલામ કહેજો.

9 મસીહમાં આપણા સાથી કાર્યકર ઉર્બાનસને તથા પ્રિય મિત્રને સ્તાખુસને સલામ કહેજો.

10 મસીહ પ્રત્યેની તેની વફાદારીની કસોટી થઇ ચૂકી છે તે અપેલ્લેસને મારી સલામ કહેજો.

અરિસ્તોબુલસના કુટુંબના સર્વને સલામ.

11 મારા સગા હેરોદિયોનને સલામ કહેજો.

નાર્કીસસનાં કુંટુંબ જે પ્રભુમાં છે તેમને પણ સલામ કહેજો.

12 પ્રભુમાં સખત મહેનત કરનારી સ્ત્રીઓ, ત્રુફેના અને ત્રુફોસાને સલામ કહેજો.

મારી પ્રિય મિત્ર જે પ્રભુમાં ઘણી મહેનત કરનાર પેર્સિસને મારી સલામ કહેજો.

13 પ્રભુએ પસંદ કરેલ રૂફસને મારી સલામ. અને તેની માતાને, જે મારી પણ માતા છે.

14 અસુંક્રિતસ, ફલેગોન, હેર્મેસ, પાત્રબાસ, હર્માસ અને તેમની સાથેનાં બીજા ભાઈઓ અને બહેનોને પણ મારી સલામ.

15 ફિલોલોગસ, જુલિયા, નેરીઅસ તથા તેની બહેનને, વળી ઓલિમ્પાસને અને તેઓની સાથેનાં બીજા સર્વ પ્રભુના લોકોને સલામ.

16 પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો.

મસીહની બધીજ મંડળીઓ તમને સલામ કહે છે.

17 ભાઈઓ અને બહેનો, હું તમને વિનંતી કરું છું કે જે શિક્ષણ તમને મળ્યું છે તેથી વિરુધ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે ને ઠોકરરૂપ થાય છે તેઓથી સાવધ રહી તેઓનાથી દૂર રહો. 18 કેમકે આવાં લોકો આપણા પ્રભુ ઈસુ મસીહની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા માણસોના મન ભમાવે છે. 19 બધા લોકોએ તમારા આજ્ઞાપાલન વિશે સાંભળ્યું છે. એને લીધે મને ઘણો આનંદ થાય છે. હું ઈચ્છું છું કે તમે સત્ય વિશે જ્ઞાની અને ભૂંડી બાબતો સંબંધી નિર્દોષ રહો.

20 શાંતિના ઈશ્વર જલદીથી શેતાનને તમારાં પગ તળે છૂંદી નાંખશે.

આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા તમ સર્વ પર હો.

21 મારો સાથી સેવક તિમોથી તમને સલામ મોકલે છે. તથા મારા યહુદી ભાઈઓ લુકિયસ, યાસોન અને સોસીપાતર પણ તમને સલામ મોકલે છે.

22 પાઉલના લખાવ્યાં પ્રમાણે આ પત્ર લખનાર હું તેર્તિયુસ પ્રભુમાં તમને સલામ કહું છું.

23 ગાયસ, મારો તથા આખી મંડળીનો યજમાન તમને સલામ કહે છે.

શહેરનો ખજાનચી એરાસ્તસ અને આપણો ભાઈ કવાર્તસ તમને સલામ કહે છે.

24 હવે છેલ્લે આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા તમ સર્વ પર હો, આમીન.16:24 ઘણાં ઓળીયામાં આ કલમ નથી

25 હવે, જે સુસમાચાર, ઈસુ મસીહનો સંદેશ પ્રગટ કરવામાં આવ્યો છે, જે ઘણા યુગોથી ગુપ્ત રાખવામાં આવેલા રહસ્યના પ્રકટીકરણને અનુરૂપ છે, તે પ્રમાણે તમને સ્થિર કરવાને શક્તિમાન છે; 26 પણ હવે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકનાં લેખોમા તમને જણાવવામાં આવ્યો છે, જેથી બધાં વિદેશીઓ વિશ્વાસથી આવતી આજ્ઞાપાલન તરફ આવે, 27 ઈસુ મસીહ દ્ઘારા એકલા જ્ઞાની ઈશ્વરને સદાસર્વકાળ મહિમા હો! આમીન.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.