Pular para o conteúdo
Publicidade

સંદર્શન 12

સ્ત્રી અને અજગર

1 આકાશમાં એક મહાન ચિન્હ જોવામાં આવ્યું: સૂર્ય પહેરેલી એક સ્ત્રી મેં જોઈ. તેના પગ નીચે ચંદ્ર હતો અને તેના માથા પર બાર તારાનો મુગટ હતો. 2 તે ગર્ભવતી હતી તે પ્રસૂતિની વેદનાથી બૂમ પાડતી હતી અને છુટકારાની રાહ જોતી હતી. 3 એકાએક આકાશમાં એક બીજું પણ ચિહ્ન જોવામાં આવ્યું. એક લાલ અજગર દેખાયો. તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. તેના માથા પર સાત મુગટ હતા. 4 પોતાની પૂંછડીથી ત્રીજા ભાગનાં તારા ઘસડી લઈને તેણે પૃથ્વી પર ફેંકી દીધા. પછી તે પેલી સ્ત્રીની સામે ઊભો રહ્યો. બાળકનો જન્મ થાય કે તરત જ તેને ભરખી જવા માટે તે તૈયાર હતો. 5 તેણે એક નર બાળકને જન્મ આપ્યો, જે સવઁ દેશના લોકો પર લોઢાના દંડથી રાજ કરશે. તે બાળકને ઈશ્વર પાસે તેમના રાજ્યાસન સમક્ષ ઊંચકી લઈ જવામાં આવ્યો. 6 અને તે સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. ત્યાં ઈશ્વરે એક હજાર બસો સાઠ દિવસ સુધી તેની સંભાળ લેવાય એવી એક જગ્યા તૈયાર કરી હતી.

7 પછી આકાશમાં લડાઈ જાગી. મીખાએલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા, અને અજગર અને તેના દૂતો પણ સામે લડયાં. 8 પણ તે પૂરતો બળવાન ન હતો, અને સ્વગઁમાં તેઓએ પોતાનું સ્થાન ગુમાવ્યું. 9 તે મોટા અજગરને બહાર ફેંકી દેવામાં આવ્યો, તે જ પુરાતન સર્પ જેને દુષ્ટ અથવા શેતાન કહેવામાં આવે છે, જે આખા જગતને ભમાવે છે, તેને તેના દૂતો સહિત પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો.

10 પછી મેં આકાશમાં એક મોટો અવાજ સાંભળ્યો:

"હવે આપણા ઇશ્વરનું તારણ,

તથા તેમનાં રાજ્યનું પરાક્રમ.

અને તેમનાં મસીહનો અધિકાર આવ્યો છે,

કેમકે આપણા ભાઈઓ અને બહેનો પર દોષ મૂકનાર,

જે આપણા ઈશ્વરની સમક્ષ રાતદિવસ તેઓના પર દોષ મૂકે છે,

તેને નીચે ફેંકવામાં આવ્યો છે.

11 તેઓએ હલવાનના રકતથી

અને પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે

તેઓએ પોતાના જીવને મરતાં સુધી

વ્હાલો ગણ્યો નહિ.

12 એ માટે હે આકાશો હરખાવો,

અને તેમાં રહેનારાંઓ!

પરંતુ પૃથ્વી અને સમુદ્રને અફસોસ છે,

કેમકે શેતાન તમારી પાસે નીચે ઉતરી આવ્યો છે,

તે અતિશય ક્રોધાયમાન થયો છે,

કેમકે તે જાણે છે કે તેની પાસે થોડોજ સમય છે."

13 અજગરે જયારે જોયું કે તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે, ત્યારે તેણે જે સ્ત્રીને બાળક જન્મયો હતો તેને તેણે સતાવી. 14 તે સ્ત્રીને મોટાં ગરૂડની બે પાંખો આપવામાં આવી, જેથી તે ઊડીને તેને માટે અરણ્યમાં તૈયાર રાખવામાં આવેલી જગ્યાએ અરણ્યમાં જઈ શકે. જયાં સપઁની પહોંચથી દૂર, સમય, સમયો અને અડધા સમય સુધી તેની સંભાળ રાખવામાં આવે. 15 પછી સપેઁ તેના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ પેલી સ્ત્રીની પાછળ છોડયો, જેથી તે સ્ત્રીને પકડી શકે અને તેના વહેણમાં તણાઈ જાય. 16 પરંતુ પૃથ્વીએ તે સ્ત્રીને મદદ કરી અને પૃથ્વી પોતાનું મુખ ખોલીને અજગરે પોતાના મોંમાથી છોડી મૂકેલી નદીને પી ગઈ. 17 ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો અને તેનાં બાકીનાં સંતાનો, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને ઈસુ સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે ગયો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.