પૃથ્વીમાંથી નીકળેલું પશુ
11 પછી મેં બીજું એક પશુ જોયું, તે પૃથ્વીમાંથી નીકળતું હતું. તેને હલવાનનાં જેવાં બે શિંગડાં હતાં, પણ તે અજગરની જેમ બોલતું હતું. 12 પહેલાં પશુનો સવઁ અધિકાર તેની સમક્ષ તે ચાલે છે, અને જે પહેલાં પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારાંઓની પાસે તે કરાવે છે. 13 અને તેણે મોટાં ચમત્કારો કર્યા, એટલે સુધી કે બધા જુએ તેમ તેણે આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવ્યો. 14 પહેલાં પશુ વતી તેની હાજરીમાં જે ચમત્કારો કરવાનો તેને અધિકાર મળ્યો હતો તે ચમત્કારો કરીને તે જગતના લોકોને ભમાવે છે. તેણે લોકોને પ્રાણઘાતક જખમથી ઘાયલ થવા છતાં જે પશુ જીવતું રહ્યું છે તેની પ્રતિમા તેઓ બનાવે.