Pular para o conteúdo
Publicidade

સંદર્શન 13:11-15

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

પૃથ્વીમાંથી નીકળેલું પશુ

11 પછી મેં બીજું એક પશુ જોયું, તે પૃથ્વીમાંથી નીકળતું હતું. તેને હલવાનનાં જેવાં બે શિંગડાં હતાં, પણ તે અજગરની જેમ બોલતું હતું. 12 પહેલાં પશુનો સવઁ અધિકાર તેની સમક્ષ તે ચાલે છે, અને જે પહેલાં પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારાંઓની પાસે તે કરાવે છે. 13 અને તેણે મોટાં ચમત્કારો કર્યા, એટલે સુધી કે બધા જુએ તેમ તેણે આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવ્યો. 14 પહેલાં પશુ વતી તેની હાજરીમાં જે ચમત્કારો કરવાનો તેને અધિકાર મળ્યો હતો તે ચમત્કારો કરીને તે જગતના લોકોને ભમાવે છે. તેણે લોકોને પ્રાણઘાતક જખમથી ઘાયલ થવા છતાં જે પશુ જીવતું રહ્યું છે તેની પ્રતિમા તેઓ બનાવે. 15 બીજા પશુને પહેલાં પશુની પ્રતિમામાં જીવ મૂકવાનું સામર્થ્ય તેને આપવામાં આવ્યું, જેથી તે બોલી શકે અને જેઓ તેની આરાધના ન કરે તેઓને તે મારી નાંખે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    11 પછી મેં પૃથ્વીમાંથી બીજા એક હિંસક પશુને બહાર આવતું જોયું; તેને ઘેટાંના શિંગડાં જેવા બે શિંગડાં હતાં, તે અજગરની માફક બોલતું હતું. 12 પહેલા હિંસક પશુનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, જે પહેલા હિંસક પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો, તેની ઉપાસના પૃથ્વી પાસે તથા તે પરના રહેનારાંઓની પાસે તે કરાવે છે.

    13 તે મોટા ચમત્કારિક ચિહ્નો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. 14 હિંસક પશુની સમક્ષ જે ચમત્કારિક ચિહ્નો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાંઓને તે ભમાવે છે; અને પૃથ્વી પર રહેનારાંઓને તે કહે છે કે, ‘જે હિંસક પશુ તલવારથી ઘાયલ થયું હતું, છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો.’"

    15 તેને, એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે હિંસક પશુની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે હિંસક પશુની મૂર્તિ બોલે, અને જેટલાં માણસો હિંસક પશુની મૂર્તિની ઉપાસના ન કરે તેટલાંને તે મારી નંખાવે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.