Pular para o conteúdo
Publicidade

સંદર્શન 14:1-5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

હલવાન અને 1,44,000

1 પછી મેં જોયું, તો જુઓ મારી આગળ સિયોન પર્વત પર હલવાનને ઊભેલું જોયું, અને તેની સાથે 1,44,000 હતા, જેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. 2 અને મેં સ્વર્ગમાંથી ધસમસતા પાણીનાં ગર્જના જેવો અને મોટી ગજઁનાના જેવો અવાજ સાંભળ્યો. એ તો વીણાં વગાડનારાઓની વીણા વગાડતા હોય એવો અવાજ હતો. 3 તેઓએ રાજ્યાસનની આગળ અને ચાર જીવંત પ્રાણીઓ તથા વડીલો સમક્ષ નવું ગીત ગાયું. જેઓ પૃથ્વી પરથી મુકિત પામેલા 1,44,000 લોકો સિવાય બીજું કોઈ આ ગીત શીખી શક્યું નહિ. 4 જેમણે સ્ત્રી સાથે પોતાને અશુધ્ધ કયાઁ નથી તેઓએ છે, કેમકે તેઓ કુંવારા રહ્યા છે. તેઓ જયાં કહીં હલવાન જાય છે ત્યાં તેઓ તેની પાછળ જાય છે. તેઓને ઈશ્વર તથા હલવાનને અપઁણ કરવા માટે પ્રથમફળ થવાને માણસજાતમાંથી ખરીદવામાં આવ્યા હતાં. 5 તેઓના મોંમાં કાંઈ અસત્ય ન હતું, તેઓ નિર્દોષ છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 પછી મેં જોયું, તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું, તેની સાથે એક લાખ ચુંમાળીસ હજાર સંતો હતા. તેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. 2 મેં ઘણાં પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી વાણી સ્વર્ગમાંથી સાંભળી; તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી.

    3 તેઓ રાજ્યાસન તથા ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું ગીત ગાતા હતા; પૃથ્વી પરથી જે એક લાખ ચુંમાળીસ હજારને મુક્તિ મૂલ્ય દ્વારા ખરીદવામાં આવ્યા હતા, તેઓ સિવાય બીજું કોઈ એ ગીત શીખી શક્યું નહિ. 4 સ્ત્રીઓ ના સંસર્ગ થી જેઓ અશુદ્ધ નથી થયા તેઓ એ છે; કેમ કે તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારાં છે તેઓ તે છે. તેઓ ઈશ્વરને સારુ તથા હલવાનને સારુ પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા; 5 તેઓનાં મુખમાં અસત્ય નથી; તેઓ નિર્દોષ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.