Pular para o conteúdo
Publicidade

સંદર્શન 16:13-16

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

13 પછી મેં જોયું તો અજગરના મુખમાંથી, દુષ્ટ પશુનાં મુખમાંથી, તથા જૂઠા પ્રબોધકોનાં મુખમાંથી દેડકાના જેવા ત્રણ દુષ્ટ આત્માઓ બહાર નીકળી આવ્યા. 14 તે ચમત્કાર કરનાર ભૂતોના આત્માઓ છે, અને તેઓ આખી પૃથ્વીનાં રાજાઓ સાથે બહાર ગયા જેથી તેઓ બધા સર્વશકિતમાન ઈશ્વરના મહાન દિવસે ઈશ્વર વિરુદ્ધ લડાઈ કરવા માટે એકત્ર થાય.

15 "જુઓ: હું ચોરની જેમ આવું છું! જે જાગૃત રહે છે, અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન જવું ન પડે, અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે!"

16 પછી જેને હિબ્રૂ ભાષામાં હર-મગિદોન કહે છે, તે જગ્યાંએ તેઓએ રાજાઓને એકત્ર કર્યા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    13 ત્યારે પેલા અજગરના મોંમાંથી, હિંસક પશુના મોંમાંથી તથા જૂઠાં પ્રબોધકના મોંમાંથી નીકળતા દેડકા જેવા ત્રણ અશુદ્ધ આત્મા મેં જોયા; 14 કેમ કે તેઓ ચમત્કારિક ચિહ્નો કરનારા દુષ્ટાત્માઓ છે, કે જેઓ આખી દુનિયાના રાજાઓ પાસે જાય છે એ માટે કે સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસની લડાઈને સારુ તેઓ તેઓને એકત્ર કરે. 15 જુઓ ચોરની જેમ હું આવું છું, જે જાગૃત રહે છે, અને પોતાનાં વસ્ત્ર એવાં રાખે છે કે પોતાને નિર્વસ્ત્ર જેવા ન ચાલવું પડે, અને તેની શરમજનક પરિસ્થિતિ ન દેખાય, તે આશીર્વાદિત છે. 16 ત્યારે હિબ્રૂ ભાષામાં ‘આર્માંગેદન’ કહેવાતી જગ્યાએ, તેઓએ તેઓને એકત્ર કર્યાં.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.