Pular para o conteúdo
Publicidade

સંદર્શન 19

બેબિલોનના પતન પર ત્રણ ગણું હાલેલુયા

1 એ પછી સ્વર્ગમાં મોટા લોકોના જનસમુદાયની મોટી વાણી સંભળાઈ:

"હાલેલુયા!

તારણ અને મહિમા અને પરાક્રમ આપણા ઈશ્વરના છે,

2 કેમકે તેમના ન્યાયચુકાદા યોગ્ય તથા સત્ય છે,

તેમણે તે મહાન વેશ્યાને દોષિત ઠેરવી છે,

જેણે પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી.

તેમણે તેની પાસેથી પોતાના સેવકોના લોહીનો બદલો લીધો છે."

3 તેઓએ ફરીથી પોકારીને કહ્યું:

"હાલેલુયા!

તેનો ધુમાડો સદાસવઁકાળ ઉપર ચઢે છે."

4 ચોવીસ વડીલો તથા ચાર જીવંત પ્રાણીઓએ દંડવત કરીને રાજ્યાસન પર બેઠેલા ઈશ્વરની આરાધના કરી અને કહ્યું:

"આમીન! હાલેલુયા!"

5 પછી રાજ્યાસનમાંથી એવી વાણી થઈ કે:

"તેમના સર્વ સેવકો,

જેઓ તેમનો ભય રાખે છે,

બંન્ને નાનાં તથા મોટાં,

આપણા ઈશ્વરની સ્તુતિ કરો."

6 પછી મેં મોટા લોક જનસમુદાયનાં અવાજ જેવી, ધસમસતા પાણીની ગજઁના જેવી, અને ભારે ગજઁનાઓના જેવી વાણી એમ બોલતી સાંભળી:

"હાલેલુયા!

કેમકે આપણા સર્વશકિતમાન પ્રભુ ઈશ્વર રાજ કરે છે.

7 આપણે આનંદ કરીને હષઁ પામીએ

અને તેમને મહિમા આપીએ!

કેમકે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે,

અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે.

8 તેને તેજસ્વી, શણના બારીક, સ્વચ્છ અને સુંદર વસ્ત્રો

પહેરવા માટે આપ્યા છે."

(શણનું વસ્ત્ર ઈશ્વરના પવિત્ર લોકોનાં ન્યાયી કૃત્યો સૂચવે છે.)

9 પછી દૂતે મને કહ્યું, "આ લખ: હલવાનના લગ્નજમણમાં જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે!" અને તેણે ઉમેયુઁ, "આ ઈશ્વરના સાચા વચનો છે."

10 ત્યારે હું તેની આરાધના કરવા માટે તેના પગે પડયો. પણ તેણે મને કહ્યું, "એમ ન કર! હું તમારા ભાઈઓ અને બહેનો જેઓ ઈસુની સાક્ષીને વળગી રહેનારાંઓમાનો સાથી સેવક છું. ઈશ્વરની આરાધના કર! કેમકે ઈસુ વિશેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે."

સ્વગીઁય યોધ્ધા પશુને હરાવે છે

11 પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું અને ત્યાં મારી આગળ સફેદ ઘોડો જોયો, જેનો સવાર વિશ્વાસુ તથા સત્ય કહેવાય છે. તે પ્રામાણિકપણે ન્યાય અને લડાઈ કરે છે. 12 તેમની આંખો અગ્નિની જવાળા જેવી છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે, અને તેમના પર એવું નામ લખેલું છે કે જે તેમના પોતાના સિવાય બીજું કોઈ જાણતું નથી. 13 તેમણે રકતમાં બોળેલો ઝભ્ભો પહેરેલો છે, અને તેમનું નામ ઈશ્વરનો શબ્દ છે. 14 તેમની પાછળ સ્વર્ગમાંનાં સૈન્યો શણના બારીક, શ્વેત અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને શ્વેત ઘોડા પર સવાર થઈને તેમની પાછળ પાછળ ચાલ્યા. 15 તેમના મોંમાથી તીક્ષ્ણ તરવાર નીકળે છે જેનાથી તે વિદેશીઓને મારે. "તે લોખંડના દંડથી તેઓના પર રાજ્ય કરશે." અને સર્વશકિતમાન ઈશ્વરના સખત કોપનો દ્રાક્ષાકુંડ ખૂંદે છે. 16 તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર આ નામ લખેલું છે:

રાજાઓનાં રાજા તથા પ્રભુઓના પ્રભુ.

17 અને મેં એક દૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો. તેણે મોટે અવાજે અંતરિક્ષમાં ઊડનારાં સવઁ પક્ષીઓને કહ્યું, "આવો, ઈશ્વરના મહાન ભોજન સમારંભ માટે એકઠા થાઓ, 18 કે તમે, રાજાઓનું, સરદારોનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું તથા તેમના સવારોનું, ગુલામ અને સ્વતંત્ર, નાનાં અને મોટાનું માંસ ખાઓ."

19 પછી મેં પશુને અને પૃથ્વીનાં રાજાઓ અને તેઓના સૈન્યને ઘોડા પરના સવાર સામે તથા તેના સૈન્ય સામે લડાઈ કરવાને એકઠાં થયેલા જોયા. 20 પણ પશુ પકડાઈ ગયું, અને તેની આગળ જે જૂઠા પ્રબોધકો જેણે તેના વતી ચિહ્નો કયાઁ હતાં. આ ચિહ્નો દ્રારા જેણે આ પશુની છાપ લેનારાઓને અને તેની મૂર્તિપૂજા કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. અને બંન્નેને ગંધકથી સળગતી અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યા. 21 જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલા સવારનાં મુખમાંથી નીકળતી તીક્ષ્ણ તરવારથી માયાઁ ગયા, અને સઘળાં પક્ષીઓ તેઓના માંસથી તૃપ્ત થયાં.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.