Pular para o conteúdo
Publicidade

સંદર્શન 21:1-5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

નવું આકાશ તથા નવી પૃથ્વી

1 પછી મેં "નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં," કારણ કે પ્રથમનાં આકાશ તથા પ્રથમની પૃથ્વી જતાં રહ્યાં હતાં, અને હવે સમુદ્ર રહ્યો ન હતો. 2 અને મેં પવિત્ર નગર, નવા યરુશાલેમને ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી નીચે આવતું જોયું, જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. 3 રાજ્યાસન પરથી મેં એક મોટો પોકાર સાંભળ્યો, "જુઓ, ઈશ્વરનું નિવાસસ્થાન હવે લોકોની મધ્યે છે. તે તેઓની સાથે રહેશે, તેઓ તેમના લોક થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહેશે અને તેમનો ઈશ્વર થશે. 4 તે તેઓની આંખોનાં દરેક આંસુ લૂંછી નાંખશે. હવે પછી મરણ, દુઃખ, વિલાપ કે વેદના થશે નહિ. કેમકે તે બધું જુનું સદાને માટે જતું રહ્યું છે."

5 રાજ્યાસન પર જે બિરાજમાન હતા તેમણે કહ્યું, "જુઓ, હું સઘળું નવું બનાવું છું!" પછી તેમણે મને કહ્યું, "તું આ લખી લે, કેમકે આ વચનો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં, કેમ કે પ્રથમનું આકાશ તથા પ્રથમની પૃથ્વી જતા રહ્યાં હતા; અને સમુદ્ર પણ રહ્યો ન હતો. 2 મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારુ શણગારેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.

    3 રાજ્યાસનમાંથી મોટી વાણી એમ કહેતી મેં સાંભળી કે, ‘જુઓ, ઈશ્વરનું રહેઠાણ માણસોની સાથે છે, અને ઈશ્વર તેઓની સાથે વસશે, અને તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે. 4 તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; હવે મરણ, શોક, રુદન કે વેદના ફરીથી થશે નહિ. જૂની વાતો જતી રહી છે.’"

    5 રાજ્યાસન પર જે બેઠેલા છે, તેમણે કહ્યું કે, ‘જુઓ, હું સઘળું નવું બનાવું છું.’" ફરીથી તે કહે છે કે, ‘તું લખ, કેમ કે આ વાતો વિશ્વસનીય તથા સાચી છે.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.