Pular para o conteúdo
Publicidade

સંદર્શન 22:8,9

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

8 હું, યોહાન, આ સઘળું જોનાર અને સાંભળનાર છું. અને જયારે મેં સાંભળ્યું અને જોયું ત્યારે જે દૂતે મને વાતો બતાવી તેની આરાધના કરવા હું તેને પગે પડ્યો. 9 પણ તેણે મને કહ્યું, "એમ ના કરીશ! હું પણ તારી જેમ તથા તારા ભાઈઓ એટલે પ્રબોધકોની જેમ અને આ પુસ્તકમાં લખેલાં વચનો પાળનાર લોકોની જેમ સાથી સેવક જ છું. ઈશ્વરની આરાધના કર."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    8 જેણે એ સાંભળ્યું તથા જોયું છે તે હું યોહાન છું; અને જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે સ્વર્ગદૂતે મને એ બિનાઓ બતાવી, તેનું દંડવત પ્રણામ કરવા હું તેની આગળ નમ્યો. 9 પણ તેણે મને કહ્યું કે, ‘જોજે, એમ ન કર, હું તો તારો તથા તારા સાથી પ્રબોધકોનો ભાઈઓ અને બહેનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાનો સાથી સેવક છું; તું ઈશ્વરનું ભજન કર.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.